જયપુરઃ ભાજપના નેતાના દીકરાએ ફૂટપાથ પર સૂઇ રહેલા લોકોને કચડ્યા, બેનાં મોત
<strong>જયપુરઃ</strong> રાજસ્થાનના જયપુરમાં દારૂના નશામાં ધૂત બીજેપી નેતાના દીકરાએ ચાર લોકોને પોતાની કાર નીચે કચડ્યા હતા. આરોપીએ પોતાની સ્કોર્પિયો કારથી જયપુરથી ગાંધીનગર સ્ટેશન બહાર ફૂટપાથ પર સૂઇ રહેલા ચાર લોકોને કચડ્યા હતા જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપી ડ્રાઇવરનું નામ ભારત ભૂષણ મીણા છે અને તે કરૌલીનો રહેવાસી છે. ભારત ભૂષણ મીણા કરૌલી જિલ્લાના બીજેપી કિસાન મોરચાના અધ્યક્ષ બદ્રીનારાયણ મીણાનો દીકરો છે. બદ્રીનારાયણ મીણા સપોટરા વિધાનસભા બેઠક પરથી બીજેપી પાસે ટિકિટ માંગી રહ્યા છે.આરોપીની ગાડી પર પણ રાજસ્થાનની મુખ્યમંત્રી વસુધરા રાજેની ગૌરવ યાત્રાના બેનર લાગ્યા છે. વ્યવસાયે પ્રોપટી ડિલર ભારત દારૂના નશામાં ધૂત થઇને કાર ચલાવી રહ્યો હતો.
from india-news https://ift.tt/2NzgsVB
from india-news https://ift.tt/2NzgsVB
Comments
Post a Comment